નવી દિલ્હી: શાહીન બાગમાં પ્રદર્શનકારીઓ સાથે વાતચીત માટે નિયુક્ત કરાયેલા વાર્તાકાર વજાહત હબીબુલ્લાહે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપીને કહ્યું છે કે શાહીન બાગમાં પોલીસે જે રીતે રસ્તા રોક્યા છે તે બિનજરૂરી છે. સુપ્રીમ કોર્ટમાં આપેલા સોગંદનામામાં વજાહત હબીબુલ્લાહે કહ્યું કે જો આ રસ્તાઓને ખોલવામાં આવે તો ટ્રાફિક સામાન્ય થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મન કી બાત: જિંદગીમાં એડવેન્ચર તો હોવું જ જોઈએ- વડાપ્રધાન મોદી


હબીબુલ્લાહે પોતાના સોગંદનામામાં એમ પણ કહ્યું કે શાહીન બાગમાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન ચાલી રહ્યું છે. પોલીસે શાહીન બાગ વિસ્તારમાં પાંચ રસ્તા બંધ કર્યા છે. અત્રે જણાવવાનું કે શાહીનબાગમાં છેલ્લા 70 દિવસથી સીએએ અને એનઆરસી વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે રસ્તાઓ ખોલાવવા માટે 3 વાર્તાકાર નિયુક્ત કર્યા છે. જેમાંથી એક હબીબુલ્લાહે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું. સુપ્રીમ કોર્ટમાં સોમવારે બે સભ્યોની બેન્ચ આ મામલે સુનાવણી કરશે. વજાહત ઉપરાંત આ મામલે સંજય હેગડે અને સાધના રામચંદ્રનને પણ વાર્તાકાર બનાવવામાં આવ્યાં છે. 


CAA વિરુદ્ધ જાફરાબાદમાં મહિલાઓનું પ્રદર્શન, મેટ્રો સ્ટેશન બંધ કરાયું


વાર્તાકારોએ શાહીન બાગ જઈને પ્રદર્શનકારીઓ સાથે વાત કરી પરંતુ રસ્તો ખોલાવી શકાયો નથી. પ્રદર્શનકારીઓએ વાર્તાકાર સામે સાત માગણીઓ રજુ કરી અને કહ્યું કે જ્યાં સુધી સીએએ પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી રસ્તો ખોલવામાં નહીં આવે. શાહીન બાગમાં 2 મહિનાથી વધુ સમયથી નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જેના કારણે નોઈડા અને દિલ્હી વચ્ચે મુસાફરી કરનારા લાખો લોકોને ખુબ પરેશાની થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...